અંકલેશ્વર GIDC માં સ્કુલના વિદ્યાર્થીઓએ સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો 

Update: 2016-11-27 08:54 GMT

 

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ,શ્રી યુવા મિત્ર મંડળ તેમજ જેસીઆઈ સહિત 15 જેટલી શાળાના સહયોગથી જીઆઈડીસી માં ક્લિનાથોન નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ઉદ્યોગ મંડળના પ્રમુખ ચંદ્રેશ દેવાણી,સેક્રેટરી મહેશ પટેલ,યુવા મિત્ર મંડળના સુરેશ જોષી સહિત શાળાના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

જનજાગૃતતા અર્થે યોજાયેલ ક્લિનાથોન માં કચરો ડસ્ટબીનમાં નાખવા અને ગમેત્યાં પાનમાવા ખાઈ થુકીને ગંદકી ન કરવા સંદર્ભે સ્ટેજ નાટકના માધ્યમથી દર્શાવવામાં આવ્યુ હતુ.જ્યારે શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ જાહેર માર્ગો પરનો કચરો સાફ કરીને લોકોને સ્વચ્છતા અંગેનો સંદેશો પાઠવ્યો હતો.આ પ્રસંગને ગંદકી ન કરવા અને કચરો ગમે ત્યાં ન નાખવા માટેના સપથ પણ લીધા હતા.

જો કે જનજાગૃતિ અર્થે યોજાયેલા કાર્યક્રમ પ્રશંસાને પાત્ર છે.

Tags:    

Similar News