શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકેશન કરાયું જાહેર, આટલા દિવસ રહેશે વેકેશન

ઉનાળો આવતાની સાથે શાળાનું શૈક્ષણિક વર્ષ પૂરૂ થાય છે. ત્યારે રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળાના વેકેશનને લઈ મહત્વની અપડેટ સામે આવી છે.

Update: 2024-04-17 05:25 GMT

ઉનાળો આવતાની સાથે શાળાનું શૈક્ષણિક વર્ષ પૂરૂ થાય છે. ત્યારે રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળાના વેકેશનને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. અત્રે જણાવીએ કે, તારીખ 6 મેથી 9 જૂન સુધી પ્રાથમિક શાળાઓમાં વેકેશન રહેશે. આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને 35 દિવસનું ઉનાળુ વેકેશન મળશે.પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. તે રજાઓને લઈ બાળકોમાં પણ ઉત્સૂકતાઓ હોય છે ત્યારે શિક્ષણ નિયામકની કચેરી તમામ શાળાઓને 220 દિવસમાં અભ્યાસ કરવા અને તે મુજબ રજાઓનું આયોજન કરવા સૂચના આપતી હોય છે. જે અનુલક્ષીને પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન અપાયું છે.

Tags:    

Similar News