અંકલેશ્વર: GSTના પગલે હોળી પર્વે પણ બજારમાં મંદીનો માહોલ

Update: 2019-03-19 05:15 GMT

ગત વર્ષ કરતા જીએસટી ના કારણે ભાવમાં વધારો

હોળી ધુળેટી પર્વના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારોમાં ઘાણી સહીતની ચીજ વસ્તુના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ધાણી,ચણા,કોપરૂ સહીતની ચીજ વસ્તુઓમાં ભાવ વધારાના કારણે વેપારીઓમાં નિરાશા વ્યાપી છે.

[gallery td_select_gallery_slide="slide" data-size="large" ids="88098,88099,88100"]

હોળી ધુળેટી તહેવારના આગમન પૂર્વે અંકલેશ્વર બજારોમાં વેપારીઓ દ્વારા ધણી ,કોપરા,ખજૂર સહીતની ચીજવસ્તુ ઓનું વેચાણ શરૂ કરે છે. પરંતુ હાલ આ ચીજ વસ્તુઓના વેચાણમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો છે. કેટલાક વેપારીઓ શહેરના મુખ્ય માર્ગની બાજુમાં ફુટપાટ પરજ ધાણી સહીતની ચીજ વસ્તુનું વેચાણ કરે છે.જો કે ગત વર્ષ કરતા આ વર્ષે જીએસટીના કારણે ધાણી ,મગફળી ખજૂર અને કોપરાના ભાવમાં વધારો જોવા મળતા ગ્રાહકો પર અસર થવા પામી છે.

યુ.પી.ના વેપારી ઘનશ્યામ જેસ્વાલ અંકલેશ્વર માં છેલ્લા ૧૦ વર્ષ થી હોળી પર્વના આગમનના એક સપ્તાહ અગાઊ દુકાન લગાવે છે. પરંતુ હાલમાં મંદીનો માહોલના કારણે વેચાણ પર ભારે અસર થવા પામી છે.તેઓએ જણાવ્યું હતું કે જીએસટીના કારણે ધાણી ,કોપરા ચણા ખજૂરના ભાવમાં વધારો થયો હોવાથી કોઈ ખાસ વેચાણ થતું નથી.

 

Tags:    

Similar News