અંકલેશ્વર ઇનર વ્હીલ કલબની મુલાકાત લેતાં ડીસ્ટ્રીકટ ચેરપર્સન

Update: 2019-09-26 10:00 GMT

ઈનર વ્હીલ કલબ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ત્રીઓ દ્રારા કામ કરતી સંસ્થા છે, એનો ઉદ્દેશ્ય મિત્રતા અને સેવા છે. સંસ્થા તરફથી દર વર્ષે વુમન એમ્પાવરમેન્ટ, એજ્યુકેશન હેલ્પ, એમ્પાવર સ્પેશિયલ ચાઈલ્ડ, મેડિકલ સહાય, સ્કૂલ એન્ડ વિલેજ અપલીફટમેન્ટ અને વૃક્ષારોપણ સહિતના અનેકવિધ પ્રોજેકટ કરવામાં આવે છે.

ઇનર વ્હીલ કલબના ડીસ્ટ્રીકટ ચેરપર્સન કલ્પના શાહે ગુરૂવારના રોજ અંકલેશ્વર ઇનર વ્હીલ કલબની મુલાકાત લીધી હતી. તેમણે સ્થાનિક કલબ દ્વારા ચાલી રહેલાં પ્રોજેકટની માહિતી મેળવી હતી તેમજ આગામી પ્રોજેકટ વિશે માર્ગદર્શન પુરુ પાડયું હતું. આ પ્રસંગે ઇનર વ્હીલ કલબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ નમ્રતા પટેલ, સેક્રેટરી વિધિ દુધાત સહિત કલબના હોદેદારો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં.

Tags:    

Similar News