અંકલેશ્વર ગનશુટર્સ ક્લબના ચાર શુટર્સે રાજ્યકક્ષાની સ્પર્ધામાં 7 મેડલ મેળવ્યા

Update: 2017-07-07 06:58 GMT

અંકલેશ્વર ગન શુટીંગ ક્લબના 4 શુટરોએ રાજ્યકક્ષાની ગન શુટીંગ સ્પર્ધામાં 7 મેડલ પ્રાપ્ત કર્યા હતા, અને હવે મુંબઈ ખાતે યોજાનારી રાઇફલ શુટીંગની રાષ્ટ્રીય સ્પર્ધમાં ભાગ લેશે.

તારીખ 29 જૂનથી 3 જુલાઈ દરમિયાન અંકલેશ્વર ખાતે ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન રાજ્યકક્ષાની ગન શુટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી વિભિન્ન શુટીંગ પ્રતિયોગિતામાં 850 થી વધુ શુટર્સે ભાગ લીધો હતો.

જેમાં અંકલેશ્વર ખાતે કાર્યરત અંકલેશ્વર ગનશૂટર્સ કબલના ચાર શુટર્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિવિધ કેટેગરીમાં 7 જેટલા મેડલ્સ પ્રાપ્ત કર્યા છે, જે પૈકી તન્વી જોધાણીએ બ્રોન્ઝ મેડલ, ઉત્તકર્ષ પાંડેએ 2 સિલ્વર તથા એક ગોલ્ડ, અને 1 બ્રોન્ઝ અને દર્શન પટેલે 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

ચારેય શુટર્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 7 મેડલ્સ મેળવતા તેઓને મુંબઈ નેશનલ શુટીંગ ચેમ્પિયનશીપમાં તક મળી છે, તેઓને કલબના પ્રમુખ અજય પંચાલ અને કોચ મિત્તલ ગોહિલે શુભેચ્છા પાઠવી હતી.

 

Similar News