અંકલેશ્વર પોલીસે આંતર રાજ્ય ઘરફોડ ચોરી કરતા પાંચ તસ્કરોની કરી ધરપકડ

Update: 2016-09-05 14:09 GMT

માત્ર એકજ મહિના ના સમયમાં આંઠ ચોરીને આપ્યો અંજામ

 

 

અંકલેશ્વર પોલીસે ઘરફોડ ચોરીને અંજામ આપતા આંતર રાજ્ય તસ્કોરોની ગેંગના પાંચ આરોપીઓ ની ધરપકડ કરીને મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથધરી છે.

અંકલેશ્વર,હાંસોટ,વાલિયા,માંડવી,માંગરોળ સહિત ના વિસ્તારોમાં ઘરફોડ ચોરીને અંજામ આપતા મુળ દાહોદ ના અને મજૂરી કામ કરતા જ્યંતિ શોભન ભાભોર,કાસીયા મનસુખ ભાભોર,બાંગડીયા ગોપાલ ભાભોર,લલ્લુ ઉર્ફે લલિત પાગર ગણાવા,નરેશ જીવા બારીયા તેમજ ગોકુળ મડિયા પરમાર ના ઓ ની અંકલેશ્વર તાલુકા પોલીસના પીઆઇ પી.જી.નરવાડે તેમજ પીએસઆઇ એસ.એન.બારીયા દ્વારા જીઆઈડીસી તેમજ શહેર પોલીસની મદદ થી વાલિયા ચોકડી પીરામણ ગામ તરફ જવાના માર્ગ પરથી ધરપકડ કરી હતી.

તાલુકા પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ એ જુલાઈ,ઓગષ્ટ અને વર્તમાન મહિનો સપ્ટેમ્બર મળીને અંકલેશ્વર,વાલિયા,હાંસોટ તેમજ માંગરોળ તાલુકાના વાંકલ તથા માંડવી ખાતે મજૂરી કામ અર્થે જતા અને રેકી કરીને બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપતા હતા.તસ્કરો દ્વારા કુલ આંઠ ચોરીને અંજામ આપીને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને કુલ રૂપિયા 4.91 લાખ ઉપરાંતના મુદ્દામાલ ની ચોરી કરી હતી.હાલ પોલીસે આરોપીઓ પાસેથી ઘરફોડ ચોરીમાં વપરાતા સાધન,તેઓના પર્સ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને ચોરી કરેલ સામાનની રિકવરી માટેની તજવીજ હાથધરી છે.

 

 

Tags:    

Similar News