અંકલેશ્વર માંડવેશ્વર મહાદેવ પર કાળી ચૌદશે ભાતના પીંડનાં અભિષેકનું છે માહાત્મ્ય

Update: 2017-10-18 03:40 GMT

કાળી ચૌદશ નિમિત્તે ગુજરાતમાં એક માત્ર અંકલેશ્વર તપોભૂમિ અને સિદ્ધ ટેકરી પરબિરાજમાન માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા ભગવાનશિવને ભાતનાં પીંડ થી ઢાંકી પૂજાવિધિ કરવામાં આવે છે.

ઉજ્જૈનનાં મહા કાલેશ્વર જ્યોતિર્લિંગ બાદ માત્ર અંકલેશ્વર ખાતે આ વિધિ કરવામાંઆવે છે. અંકલેશ્વર નગરનાં સિદ્ધ ટેકરી રામકુંડ ખાતે માંડવ ઋષિનાં તપથી પ્રસન્ન થઇ સ્વયંભુ રીતે શિવલિંગ સ્વરૂપે બિરાજેલ ભગવાન શિવના માંડવેશ્વરમહાદેવ મંદિર ખાતે કાળી ચૌદશ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજનકરવામાં આવ્યું છે.

[gallery td_select_gallery_slide="slide" td_gallery_title_input="માંડવેશ્વર" ids="33954,33955,33956"]

12 જ્યોતિર્લિંગમાનું એક એવા ઉજ્જૈનનાં મહાકાલેશ્વર મહાદેવજીની વિશેષ પૂજારૂપે કાળી ચૌદશ નિમિતે ભાતનાં પીંડ થી ઢાંકી દેવામાં આવે છે. તે જ રીતેઅંકલેશ્વર ખાતે કાળી ચૌદશ નિમિત્તે બપોર બાદ શિવલિંગને ભાતનાં પીંડ થીશાસ્ત્રોકત વિધિ સાથે ઢાંકી દેવામાં આવશે. અને તેના દર્શન અને આરતીનોલાભ મોટી સંખ્યામાં ભક્તો લે છે.

Tags:    

Similar News