અંકલેશ્વર : સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મેળવશે “સ્માર્ટ” શિક્ષણ

Update: 2019-12-12 10:29 GMT

સરકારી શાળાઓનું નામ સાંભળતાની સાથે શિક્ષણની ગુણવત્તા સામે સવાલો ઉભા થતાં હોય છે પણ અંકલેશ્વરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ મહેણું ભાંગવાની દિશામાં કવાયત હાથ ધરી છે. સરકારી શાળાઓમાં ભણતા બાળકો પણ અદ્યતન ટેકનોલોજીથી શિક્ષણ મેળવી શકે તે દિશામાં કરાયેલી પહેલના ભાગરૂપે હવે શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડના માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે. સ્માર્ટ બોર્ડથી ગમમત સાથે છાત્રો જ્ઞાન મેળવી શકશે.

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના માધ્યમથી શુભશ્રી પીગમેન્ટ કંપનીના ઉપક્રમે અંકલેશ્વર ચૌટા બજારમાં આવેલી કન્યા શાળા નંબર 3 માં સ્માર્ટ બોર્ડનું અનુદાન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ અનિતા કોઠારી, રોટરી ક્લબ ના સભ્ય અને શુભશ્રી પીગમેન્ટ ના ડાયરેક્ટર કૃષ્ણ શ્રીવત્સન તેમજ તેમના પત્ની ગીતા બેન શ્રીવત્સન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરપર્સન કિંજલબા ચૌહાણ, વાઇસ ચેરમેન ગણેશ અગ્રવાલ, સભ્ય હરીશભાઈ, દિપકભાઈ અને ગૌરાંગ ભાઈ સહિત મહેમાનો હાજર રહ્યા હતાં.

Similar News