અંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો શુભારંભ

Update: 2019-11-17 14:15 GMT

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ખાતે એક્ષીડંટ અને ટ્રોમા કેર સેન્ટરનો તા.૧૭ નવેમ્બરના રોજથી હોસ્પિટલના ટ્રસ્ટી ચંદ્રેશ જોશીના હસ્તે શુભારંભ થયો હતો.

જેમાં કોઈ પણ

પ્રકારના અકસ્માત, ઘા તથા તમામ

પ્રકારની ઇજાઓની સારવાર નિષ્ણાંત તબીબો દ્વારા સ્ટેટ ઓફ આર્ટ સુવિધા ધરાવતા ટ્રોમા

સેન્ટરમાં શક્ય બનશે. જેનો લાભ અંકલેશ્વર શહેર અને આજુબાજુના ગામડાઓને મળશે. 

આ હોસ્પિટલનું

ટ્રોમા કેર યુનિટ અદ્યતન સાધનો અને નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફની ટિમ થી

સજ્જ છે. દર્દીને આ.સી.યુ. ઓન વ્હીલ્સ (એમ્બુલન્સ)માંથી લેવાની ક્ષણથી જ ટ્રોમા

ટિમ દર્દીને ઝડપથી સ્થિર થવા માટેની પ્રક્રિયામાં કાર્યરત થઈ જાય છે. 

ટ્રોમા કેર સેન્ટર

અત્યાંધુનિક સાધન સામગ્રી જેવીકે વિશિષ્ટ ઓપરેશન થિયેટર (મેકેટ જર્મની) સિયાર્મ

ન્યૂનતમ કાપાવાળી સર્જરીનો યુનિટ વિગેરેનો સમાવેશ થાય છે. 

ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર અને નજીકનામાં જીઆઇડીએસમાં

આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં અવાર નવાર થતાં અકસ્માતો માટે આ ટ્રોમા કેર સેન્ટર ઘણું જેજે

લાભદાયી નીવડશે. આ પ્રસંગે ટ્રસ્ટી જયેશ પટેલ, વસીમ રાજા, નાઝુભાઈ ફડવાલા, અજય લોખંડવાલા  સહિતના હાજર રહ્યા હતા.

Similar News