અંકલેશ્વરના આલુંજ ગામની સીમમાં પ્રદુષિત પાણી ઠાલવતું ટેન્કર ઝડપાયુ

Update: 2017-07-09 11:00 GMT

અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામે શનિવારની રાત્રીએ એક ટેન્ક ર માંથી પ્રદુષિત પાણી ઠાલવવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતુ, જોકે ગામના બીટીએસ ગૃપના જાગૃત યુવાનો અને ગ્રામજનો એ ટેન્કરને ઝડપી પાડીને ટેન્કર ચાલક સહિત બેને પોલીસને હવાલે કરી દીધા હતા.

અંકલેશ્વર તાલુકાનું આલુંજ ગામ પાનોલી ઔદ્યોગિક વસાહતની નજીકમાં જ આવેલુ છે. ત્યારે ગામની જમીનને પ્રદુષિત કરવાનો મનસૂબો ધરાવતા કેટલાક બેજવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદુષિત પાણી ગેરકાયદેસર રીતે ગામની સીમમાં ઠાલવવામાં આવી રહ્યુ હોવાનું બહાર આવ્યુ છે.

તારીખ 8મી જુલાઈની રાત્રીએ એક ટેન્કર આલુંજ ગામની સીમમાં આવ્યુ હતુ, અને ટેન્કર ચાલક દ્વારા ટેન્કરનો વાલ્વ ખોલીને ગરમ પ્રદુષિત પાણી ચાલાકી પૂર્વક ઠાલવી રહ્યો હતો, પરંતુ ગામના બીટીએસ ગૃપનાં યુવાનો અને ગ્રામજનો એ આ અંગેની જાણ થતા તેઓએ ટેન્કર ચાલક સહિત બે વ્યક્તિઓને પ્રદુષિત પાણી ઠાલવતા રંગે હાથ ઝડપી લીધા હતા, અને તાલુકા પોલીસને હવાલે કરી દીધા હતા.

 

Similar News