અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં એક આતંકી હતો લેબ ટેક્નિશ્યન

Update: 2017-10-25 15:24 GMT

ગુજરાત એન્ટી ટેરરીઝમ સ્કવોર્ડ ATSએ ISISનાં બે આતંકીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યુ છે. બંને શખ્સ સુરતનાં વતની હોવાનું જાણવા મળ્યુ છે.

ISISનાં એજન્ટ માંથી એક વકીલ અને એક લેબ આસિટન્ટ છે. કાસીમ અને ઓબેદ નામના બંને શખ્સોને ATSએ દબોચી લીધા છે. બંને આતંકી અબ્દુલા અલ ફૈઝલ થી પ્રભાવિત છે.

આ આતંકીઓનો અમદાવાદમાં હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો. બંને જમૈકા જવાના હતા ત્યાર પહેલા જ બંનેની ધરપકડ કરી લેવાય છે.

ઉલ્લેખનીય છે કે બે આતંકીઓ પૈકી એક કાસીમ સ્ટીમરવાલા અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં લેબ ટેક્નિશ્યન તરીકે ફરજ બજાવતો હતો.જેની અંકલેશ્વર માંથી ATSએ ધરપકડ કરી છે.

જાણવા મળ્યા મુજબ બંને આતંકીઓ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનાં આતંકીઓનાં સંપર્કમાં હતા, અને તે આતંકીઓ માટે આર્થિક સહાય અને રહેવાની વ્યવસ્થા તેઓએ પુરી પાડી હોવાનું ATSનાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Tags:    

Similar News