અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રા માટે રેલ્વેનો મહત્વનો નિર્ણય, પૂરી માટે 194 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

Update: 2019-06-27 12:46 GMT

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને રેલ્વે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન પુરી જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે રેલવે વિભાગે વિશેષ 194 ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. પૂર્વ કોસ્ટ રેલવેનાં ખુર્દા રોડ ડિવિઝન દ્વારા આ નિર્ણય લેવાયો છે. રેલવેએ જારી કરેલમાહિતી મુજબ આ વિશેષ ટ્રેનો 13 જુલાઈ સુધી ચલાવવામાં આવશે.

ઈસીઓઆરનાં ડીઆરએમ કાર્યાલયમાં આ અંગે રેલવે અધિકારીઓની એક બેઠક યોજાયી હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો. રેલવે તંત્ર દ્વારા આ અંગે પુરી રેલવે સ્ટેશનેથી પ્રવાસીઓને આ જાણકારી આપવામાં આવશે. રથયાત્રા માટે એક સ્પેશિયલ એપ 'ઈસીઓઆર યાત્રા' પણ લોન્ચ કરાઇ છે. આ એપદ્વારા સમગ્ર યાત્રા દરમિયાન ટ્રેનના સંચાલન અંગેની સંપૂર્ણ માહિતી પુરી પડાશે.

રેલવે અધિકારીઓની યોજાયેલ બેઠકમાં પુરી યાત્રાને લઈને અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં પુરી રેલવે સ્ટેશન પર 60 નવા ટિકિટ કાઉન્ટર શરૂ કરવામાં આવશે. સાથે ટિકિટ વેન્ડિંગ મશીન પણ લગાવવામાં આવશે. પુરી રેલવે સ્ટેશન ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ થવાની શક્યતાઓને લઈને પુરતો સુરક્ષા બંદોબસ્ત પણ ફાળવી દેવાયો છે. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં રેલવે સુરક્ષા બળ આરપીએફ, સ્નિફર ડૉગ, સરકારી રેલવે પોલીસ અને સેનાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

Similar News