અમરેલી જિલ્લાના લીલીયાના ગારીયાધાર માર્ગ પર અકસ્માત, ટ્રેકટર નાળામાં ખાબક્યું

Update: 2019-05-21 08:55 GMT

અમરેલી જિલ્લાના લીલીયાના ગારીયાધાર માર્ગ પર સવારમાં ટ્રેકટર નાળાના ખાળીયામાં ખાબકવાની ઘટના બનવા પામી હઈ.

આ ઘટનામાં ડ્રાઈવરની બેદરકારીને કારણે ટ્રેકટરમાં બેસેલા બે વ્યક્તિઓ અને ડ્રાઈવરને ઇજા થઇ હતી જેમાં એક વ્યક્તિની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ટ્રેકટર નાળામાં ખબકયા બાદ રાહદારીઓએ 108 ને જાણ કરતા 108 દ્વારા ઇજગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગંભીર હાલતમાં ઘાયલ વ્યક્તિને અમરેલી રીફર કરવામાં આવ્યો હતો.આ તમામ ઇજગ્રસ્તો લીલીયાના હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

Similar News