ફિલ્મમાં આમિર ખાનનો નવો લુક સામે આવ્યો છે. આમિરખાનના એક ચાહકે જેસલમેર સેટ પરથી તેનો ફોટો શેર કર્યો છે. ફોટોમાં આમિર ટોપી, લાંબી દાઢી અને વાળમાં દેખાઈ રહ્યો છે. આમિર ખાન ઉપરાંત આ ફિલ્મમાં કરીના કપૂર પણ લીડ રોલમાં છે.
આમિર ખાને થોડા દિવસ પહેલાં લાલ
સિંહ ચઢ્ઢા ફિલ્મનો લોગો રિલીઝ કર્યો હતો. આવતા વર્ષે ક્રિસ્મસમાં રિલીઝ થનારી આ
ફિલ્મ અગાઉ ‘સિક્રેટ સુપરસ્ટાર’ બનાવી ચૂકેલા અદ્વૈત ચંદન જ ડિરેક્ટ કરી
રહ્યા છે. લાલ સિંહ ચઢ્ઢા 1994માં આવેલી
ક્લાસિક હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ
ગમ્પ’ની સત્તાવાર રિમેક છે. તેમાં મુખ્ય
પાત્ર અભિનેતા ટોમ હેન્ક્સે નિભાવ્યું હતું.