આમોદમાં વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ

Update: 2017-02-19 12:15 GMT

આમોદ નગર પાલિકા અને સબનમ ક્રિકેટ કલબના સહયોગથી વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આમોદના તિલક મેદાનખાતે તારીખ 18મી ના રોજ રાત્રીના સમયે સબનમ ક્રિકેટ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં ૮ ટીમોએ ભાગ લીધો હતો, અને ભારે રસાકસી બાદવલસાડના પસાભાઇ અને સુરત જિલ્લાના વાલોદ ગામની ટીમ ફાઇનલમાં પહોંચી હતી.

જેમાં વાલોદના અમીનભાઇની ટીમ વિજેતા બની હતી.જ્યારે વિજેતા ટીમને રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પીયન ઇમરાનભાઇ ભઠ્ઠીના હાથે ટ્રોફી અર્પન કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં આમોદ ના મામલતદાર તાપિયા વાલા, આમોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પરમાર,જંબુસરના પીઆઇ શર્મા તથા નાહીયેર ગુરુકુલના ડી કે સ્વામી તેમજ સબનમ ક્રિકેટ ક્લબના મહેબૂબભાઇ કાકુજી , આમોદ નગર પાલિકાના પ્રમુખ સાજીદ ભાઇ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

 

Tags:    

Similar News