આશિયાન શિખરમાં સમારંભમાં ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજી વખત મળ્યા

Update: 2017-11-13 12:44 GMT

ફિલિપિન્સમાં આશિયાન સમિટમાં પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાનાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થઈ હતી. બંને નેતાઓની વચ્ચે ચાર મહિનામાં આ બીજી મુલાકાત છે.

આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે ભારતમાં વેપારને સરળ બનાવ્યો અને મોટા સુધારમાં ભારતની સ્થિતિ સુધરી છે. કોઇ પણ દેશ માટે આ સૌથી લાંબી છલાંગ છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું હતુ કે જનધન યોજના હેઠળ ગરીબોને મળતી સબસીડી સીધી ગરીબોનાં ખાતામાં જાય છે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અને અમેરિકાનાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ટૂંકી પણ યાદગાર મુલાકતને ખુબજ મહત્વની માનવામાં આવી રહી છે.

Similar News