ઇસરોએ રોકેટ સાયન્સના ઉપયોગથી બનાવ્યું કુત્રિમ હ્રદય

Update: 2016-04-27 07:26 GMT

અત્યાર સુધી રોકેટે સાયન્સ માત્ર અવકાશી સંશોધનોમાં ઉપયોગી હતું. પરંતુ સૌપ્રથમવાર ઇસરોના વૈજ્ઞાનિકો રોકેટ સાયન્સનો ઉપયોગ કુત્રિમ હાર્ટ બનાવવામાં કરી રહ્યા છે.

જે મટિરિયલ અને મિકેનિઝમનો ઉપયોગ રોકેટ સાયન્સમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ હવે કુત્રિમ હ્રદય બનાવવામાં પણ થશે.હ્રદયને મદદ કરતી આ ડિવાઇસનો પ્રાણીઓ પર સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. ઇસરોના બહુમુખી પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા આ પ્રકારનો નવીન પ્રયોગ કરાયો છે.તેના કારણે કાર્ડિયોલોજીસ્ટ ઘણાં ઉત્સાહિત છે. જો આ પ્રયોગ સફળ થાય તો તે મેડિકલ સાયન્સ માટે પણ ખૂબ જ મહત્વનું પુરવાર થશે.

‘લેફ્ટ વેન્ટીક્યુલર આસિસ્ટ તરીકે ઓળખાતું આ ડિવાઇસ 1 મિનિટમાં 3થી 5 લીટર બ્લડને પમ્પિંગ કરવા સક્ષમ છે. 100 ગ્રામ વજન ધરાવતુ આ ડિવાઇસ માનવ શરીરની અંદર ફીટ કરવામાં આવશે.હાલમાં માર્કેટમાં જે હાર્ટ પમ્પના ડિવાઇસ ઉપલબ્ધ છે તેની કિંમત કરોડોમાં છે. જ્યારે રોકેટ સાયન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી આ ડિવાઇસ માત્ર 1.25 લાખમાં તૈયાર કરવામાં આવી છે.આ ડિવાઇસનો 6 પ્રાણીઓ પર 6 કલાક માટે પ્રયોગ કરવામાં આવ્યો હતો. તેમ છતાં માનવ પર તેનો પ્રયોગ કરતા પહેલાં હજી પણ કેટલાક પ્રાણીઓ પર તેનો પ્રયોગ કરવામાં આવશે.

Similar News