ઈઝરાઈલની કંપનીએ દારૂની બોટલો પર લગાવ્યો મહાત્મા ગાંધીનો ફોટો 

Update: 2019-06-30 15:21 GMT

કેરળના મહાત્મા ગાંધી નેશનલ ફાઉન્ડેશને નરેન્દ્ર મોદીને કરી ફરિયાદ

ઈઝરાયલની કંપની માકા બ્રેવરીએ દારૂની બોટલ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો લગાવ્યો છે. જેના વિરોધમાં કેરળના મહાત્મા ગાંધી નેશનલ ફાઉન્ડેશને ચેરમેન એબી જે જોસેવડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી હતી.

જોસે રવિવારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને પણ પત્ર લખ્યો હતો. તેમને લીકર કંપની અને તેના માલિક વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે.

જોસે કહ્યું કે,ગાંધીજીની મજાક ઉડાવામાં આવી છે. મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે. દુનિયા તેમને અહિંસાનો પ્રેરણા સ્ત્રોત માને છે. બાપુએ આજીવન દારૂનો વિરોધ કર્યો.

 

Tags:    

Similar News