ઈસરોએ કરી નવી એપ તૈયાર, જાણી શકાશે ક્યાંથી કેટલી સૌર ઉર્જા મળી શકશે

Update: 2017-05-02 07:08 GMT

અત્યાર સુધી સરકારે સૌર ઉર્જાનો બહુ પ્રાચર કર્યો હતો, પરંતુ લોકોમાં તેની જાણકારી પહોચી શકે એવો પ્રયાસ હવે પ્રથમવાર થયો છે, ઈસરો અમદાવાદ સ્થિત કેન્દ્ર સ્પેસ એપ્લિકેશન સેન્ટરે એન્દ્રોઇડ એપ તૈયાર કરી છે, આ એક પ્રકારનું સોલાર કેલ્ક્યુલેટર છે, તેના દ્રારા દેશના કોઈ પણ સ્થેળથી કેટલી સૌર ઊર્જા મળી શકશે એ જાણી શકાશે.

અમદાવાદ સ્થિત ઈસરોના કેન્દ્ર સ્પેસ એપ્લીકેશન સેન્ટરે તૈયાર કરેલી એપ http://vedas.sac.gov.in વેબ પર ડાઉનલોડ કરી શકાય છે, ડાઉનલોડ કર્યા વગર વેબસાઈટ પર એપ્લીકેશન વિભાગમાં ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી સેક્શનમાં જઇને પણ સોલાર એનર્જી ક્ષમતા જાણી શકાશે, અમદાવાદમાં વર્ષે મહત્તમ ૨૧૮૦૮.૯ ગીગવોટ- કલાક પ્રતિ વર્ષ સોલાર એનર્જી પેદા કરી શકાય એમ છે,

આ એપમાં જે તે વિસ્તાર પર ફુંકાતો પવન,સૂર્યના કિરણોની માત્રા, વર્ષભરનું તાપમાન, મહિનાવાર સ્થિતિ વગેરે વિગતો આપવામાં આવે છે,ઈસરોના વિવિધ ઉપગ્રહો દ્રારા મળેલી તસ્વીરો પરથી આ વિગતો તારવવામાં આવે છે.

આ એપની સુવિધાને કારણે લોકો જાણી શકશેકે પોતાની પાસે બાતલ રહેલી જમીનમાં સોલાર પેનલ ફીટ કરે તો વર્ષે કેટલી ઉર્જા મળી શકે, એપ પર વર્ષ પ્રમાણે, મહિના પ્રમાણે શહેર વિસ્તાર પ્રમાણે પરિણામો મેળવી શકાય છે.

Similar News