ઉનાળામાં ઠંડક આપતી કાચી કેરીની વિવિધ વાનગીઓ

Update: 2016-04-27 10:51 GMT

ફળોમાં જે રાજા તરીકે ઓળખાય છે તે કેરીની સિઝન આવી ગઇ છે. નાના-મોટાં બધા જ લોકોને કેરી પ્રિય હોય છે. તેમાંય કાચી કેરી ખાવાથી સ્વાસ્થ્યને ઘણાં ફાયદા થાય છે.

કાચી કેરીનો છુંદો

સામગ્રીઃ

1 કિલો કાચી રાજાપુરી કેરી

2 કિલો ખાંડ

2-3 ચમચી લાલ મરચું

1 ચમચી જીરા પાવડર

સ્વાદાનુસાર મીઠું

કાચી કેરીનો છુંદો બનાવવાની રીતઃ

કેરીને છીણી લેવી ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી ખૂબ ઓછા તાપે તેને ગેસ પર રાખી થોડી થોડીવારે હલાવતા રહેવું. જ્યાં સુધી ખાંડ ઓગળીને ઘટ્ટ ન થઇ જાય ત્યાં સુધી હલાવવું. જ્યારે એકતારી ચાસણી થઇ જાય ત્યારે તેને ઠંડુ કરવું. ત્યારબાદ તેમાં મરચું, હીંગ, જીરું પાવડર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરીને સર્વ કરો.

કાચી કેરીનું સરબતઃ

સામગ્રીઃ

500 ગ્રામ કાચી કેરી

1 કિલો ખાંડ

ચપટી જીરા પાવડર

સ્વાદાનુસાર મીઠું

કેસરના બે-ત્રણ તાંતણા

બનાવવાની રીતઃ કાચી કેરીને છીણી ગરમ પાણીમાં ઉકાળો.બરાબર ઉકળી જાય પછી તેને બ્લેન્ડરમાં બરાબર મિક્સ કરી લો.ખાંડમાં પાણી નાંખી ઉકળવા દો.બરાબર ઉકળે ત્યારે નીચે ઉતારી લો. તેને ઠંડુ કરી તેમાં કેરીનું મિશ્રણ ઉમેરો. તેમાં મીઠું અને જીરા પાવડર ઉમેરી બરફ નાંખો અને કેરીનું સરબત તૈયાર થયા બાદ ગ્લાસમાં સર્વ કરો.

કેરી-ડુંગળીનો છુંદો

સામગ્રીઃ

500 ગ્રામ કાચી કેરી

250 ગ્રામ ડુંગળી

જરૂર પ્રમાણે મરચું

સ્વાદાનુંસાર મીઠું

100 ગ્રામ ખાંડ

બનાવવાની રીતઃ કાચી કેરી અને ડુંગળીને છીણી લેવી. તેમાં મરચું, મીઠું અને ખાંડ નાંખવા. ત્યારબાદ તેને સાઇડ પર મૂકી દેવું. જ્યારે ખાંડ ઓગળી જશે ત્યારે ડુંગળી-કેરીનો છુંદો તૈયાર થઇ જશે.

કાચી કેરી ખાવાના ફાયદા

- સ્કર્વીના રોગમાં કાચી કેરીનું સેવન ખૂબ જ સ્વાસ્થયપ્રદ છે.

- તે ડિહાઇડ્રેશનને અટકાવે છે.

- કાચી કેરીના સેવનથી પાચનતંત્રની તકલીફોમાં સુધાર આવે છે.

- કેરીના કારણે લિવરની તકલીફોમાં પણ રાહત મળે છે.

- ઉનાળામાં લુ સામે રક્ષણ મળે છે.

Similar News