એર ઇન્ડિયાના વિમાન સાથે પક્ષી ટકરાતા રડોમમાં થયુ નુકશાન

Update: 2017-03-23 10:28 GMT

એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ થી લંડન જઈ રહ્યુ હતુ ત્યારે બધુવારના રોજ એક પક્ષી તે વિમાન સાથે અથડાયુ હતુ. જેથી વિમાનના આગળના ભાગના રડોમ સિસ્ટમ પર નુકશાન થયુ હતુ, એર ઇન્ડિયા ના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યુ હતુ કે વિમાનમાં 171 જેટલા મુસાફરો હતા, અને સવારે 7 વાગે અમદાવાદ થી લંડન જઈ અમેરિકા ના નેવાર્ક શહેર માટે ઉડાન ભરવાનું હતુ.

જેમાં રસ્તા માં એક પક્ષી ના ટકરાવાથી વિમાન ની આગળના ભાગમાં રડોમમાં નુકસાન થયુ હતુ, સૂત્ર અનુસાર વિમાન ને સ્થાનિક સમય અનુસાર 10.40 વાગે લંડન ના હિથ્રો હવાઈમથક પર સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યુ હતુ, આ ઘટના ના કારણે લંડન થી એમરિકા જતુ વિમાનની ઉડાન રદ કરવામાં આવી હતી અને મુસાફરો ને વૈકલ્પિત વ્યવસ્થા આપી અમેરિકાના નેવાર્ક શહેર માં મોકલવામાં આવ્યા હતા.

 

Similar News