કચ્છની ભવ્યતા ને માણવા નો અવસર એટલે રણોત્સવ

Update: 2016-11-22 06:34 GMT

ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ કચ્છ જે પોતાના રણ, કલા, ભાતીગઢ વૈવિધ્ય અને હસ્તકલા, સ્થળો જેવા ઘણી બાબતો ને લીધે ભારતભરમાં જ નહિ પરંતુ આખી દુનિયામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. કચ્છના રણની ઉત્તરીય સીમા એ ભારતની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સીમા પણ છે.

આમ તો કચ્છમાં જોવા લાયક ઘણુ બધુ છે પરંતુ તેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે તેનું રણ. જેમાં બે રણ છે નાનું રણ અને મોટુ રણ. જે સિંધુ નદીના મુખથી લઈને કચ્છના અખાત સુધી વિસ્તરેલું છે. જેનો કુલ વિસ્તાર 30,000 ચો.કીમી છે. તેમાં આવેલ બન્ની નામનો પ્રદેશ તેના ઉંચા પ્રકારના ઘાસ માટે જાણીતો છે. રાત્રીના સમયમાં ચંદ્રમાના શીતળ પ્રકાશમાં કચ્છના સફેદ રણનો નજારો ખરેખર અદ્ભૂત હોય છે જે અહીં આવનાર સહેલાણીઓનું મન મોહી લે છે.

કચ્છના રણમાં સુરખાબ (ફ્લેમિંગો) નામના પક્ષીઓ લાંબો પ્રવાસ ખેડીને આવે છે અને અહીંયા પ્રજનન પણ કરે છે. આ સિવાય સમગ્ર વિશ્વ માં અતિ દુર્લભ એવી જંગલી ગધેડા (ઘુડખર) ની જાતી પણ કચ્છના નાના રણમાં જ જોવા મળે છે. આ પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે આ પ્રદેશને સરકારે અભ્યારણ્ય જાહેર કરેલ છે. અહીં નારાયણ સરોવર પણ આવેલું છે જે ભારતના પાંચ પવિત્ર સરોવર માનું એક છે જેમાં ઘણા પક્ષીઓ વિહાર કરતા જોવા મળે છે.

કચ્છ ના સફેદ રણ ની વૈભવતા ને માનવા, નિહાળવા માટે દેશ વિદેશના પ્રવાસીઓ ને આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રે રણોત્સવ નું આયોજન કરવામાં આવે છે, નવેમ્બર મહિના થી શરુ થતો આ ઉત્સવમાં ફેબ્રુઆરી સુધી સહેલાણીઓ મુલાકાતે આવે છે.જાણવા મળ્યા મુજબ છેલ્લા વર્ષે 112 દિવસમાં અંદાજિત 7 લાખ કરતા પણ વધુ લોકોએ રણોત્સવ ની મુલાકાત લીધી હતી. કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા ના શ્લોગન સાથે બોલીવુડ શહેનસા અમિતાભ બચ્ચનની જાહેરાત થકી પ્રવાસીઓને રણોત્સવ માટે આકર્ષિત કરવામાં આવ્યા હતા.

 

Similar News