કાશ્મીરી પંડિતોની ઘરવાપસી શક્ય બનશે : સરકારના પ્રયત્નો શરૂ

Update: 2018-06-16 13:15 GMT

શ્રીનગરમાં પંડિતોની મંદિર યાત્રાનુ આયોજન

શનિવાર સરકારના એક પગલાથી જમ્મુ કાશ્મીરમાંથી બેઘર થયેલા કાશ્મીરના પંડિતોને ફરી ઘર વાપસની આશા બંધાઈ છે. જમ્મુ કાશ્મીર સરકારે વર્ષો પછી કાશ્મીરી પંડિતોને ખીણમાં વસાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે.જેની શરૂઆત એક મંદિર યાત્રાથી થવા જઈ રહી છે.

શ્રીનગરમાં આવેલુ માતા ખીર ભવાનીનુ મંદિર પંડિતો માટે બહુ પવિત્ર મનાય છે. આ મંદિરમાં પંડિતોના દર્શન માટે 20 જુને યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે.જેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. યાત્રાની તૈયારી કરી રહેલા પંડિતોનુ કહેવુ છે કે અત્યાર સુધી કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં વસાવવાના દાવા કાગળ પર જ રહ્યા હતા પણ હાલની સરકારના પ્રયાસોથી એવુ લાગે છે કે અમે અમારા વતનમાં પાછા ફરી શકીશું.

Similar News