કેદારનાથ અને બદ્રિનાથમાં દર્શનની મંજુરી આપવા બદલ પીએમ મોદીએ ચૂંટણી પંચનો માન્યો આભાર

Update: 2019-05-20 05:01 GMT

લોકસભા ચૂંટણી ૨૦૧૯નો પ્રચાર સંપૂર્ણ બંધ થયા બાદ વડાપ્રધાન મોદી તીર્થસ્થાન કેદારનાથ અને બદ્રિનાથના દર્શને ગયા હતા. કેદારનાથમાં તેમણે મંદિર નજીક આવેલી એક ગુફામાં ૧૭ કલાક ધ્યાન લગાવ્યુ હતુ.

ત્યારબાદ રવિવારે સવારે કેદારનાથ મંદિરમાં પુજા કરી હતી.વાતચીતમાં તેમણે મતદાનના છેલ્લા તબક્કા દરમિયાન આ યાત્રાધામોના મુલાકાતની અનુમતિ આપવા બદલ ચૂંચણા પંચનો આભાર માન્યો હતો.

મોદીએ વધુમાં મિડીયાને જણાવ્યુ હતુ કે, અહિં તેમને બે દિવસનો આરામ મળી ગયો. ગુફાની અંદર દુનિયા સાથેનો મારે સંપુર્ણ સંપર્ક તૂટી ગયો હતો. બસ એક નાનકડી બારી હતી. જેમાંથી મંદિરના દર્શન થતા હતા. ચૂંટણીના સમયમાં પણ કેદારનાથ આવવા માટે તેમણે મિડીયાનો પણ આભાર માન્યો હતો..

Tags:    

Similar News