ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ બને એવો સરકારનો પ્રયાસ છે સહકાર રાજયમંત્રી: ઇશ્વરસિંહ પટેલ

Update: 2019-02-24 11:46 GMT

વ્યારા ખાતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો જિલ્લા કક્ષાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો

રાજય અને કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં અનેક ખેડૂતહિતલક્ષી યોજનાઓ શરૂ કરી છે. ખેડૂતો આર્થિક રીતે વધુ સમૃદ્ધ અને સક્ષમ બને એવો સરકારનો પ્રયાસ છે એમ રાજયકક્ષાના સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના જિલ્લા કક્ષાના શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂત ભાઇ-બહેનોને સંબોધતા તેમણે રાજય અને કેન્દ્ર સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી રાજય સરકાર દ્વારા યોજવામાં આવતા કૃષિ મહોત્સવના કાર્યક્રમો થકી ખેડૂતોમાં જાગૃતિ આવવાને કારણે ગુજરાતના કૃષિક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું હોવાનું જણાવી તેમણે ગુજરાતના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી વિદેશી ફુલોની ખેતી તરફ વળ્યા છે.

એમ જણાવી તેમણે આર્થિક રીતે સદ્ધર થવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી નફાકારક ખેતી કરવી પડશે એમ વધુમાં ઉમેર્યું હતું. વધુમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વાર તાજેતરમાં અમલમાં મુકવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંગે વિગતે વાત કરી બે હેકટર સુધી ખેતીલાયક જમીન ધરાવતા દેશના ખેડૂતોને ત્રણ હપ્તામાં સરકાર રૂપિયા છ હજારની સહાય આપશે એમ જણાવ્યું હતું.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" td_gallery_title_input="ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ બને એવો સરકારનો પ્રયાસ છે સહકાર રાજયમંત્રી: ઇશ્વરસિંહ પટેલ" ids="85493,85494,85495,85496,85497,85498,85499"]

રમત ગમત વિભાગ દ્વારા દર વર્ષે આયોજીત થતા ખેલમહાકુંભ કાર્યક્રમ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, રાજયમાં યોજાતા ખેલમહાકુંભ જેવા કાર્યક્રમોથી રાજયના યુવાનો હવે રાષ્ટ્રીય સ્તરે નહિં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દેશનું પ્રતિનિધિત્વ કરતા થયા છે એમ જણાવી તેમણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત એથ્લીટ સરિતા ગાયકવાડ અને અન્ય ખેલાડીઓના ઉહાદરણો આપ્યા હતા.

કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાએ લોકકલ્યાણલક્ષી અનેકવિધ યોજનાઓની જાણકારી આપી રાજય અને કેન્દ્ર સરકારના સહિયારા પ્રયાસોથી આદિવાસી વિસ્તારનો ખૂબ સારો વિકાસ થવાથી આ વિસ્તારની કાયાપલટ થઇ રહી છે એમ જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મંત્રી અને અન્ય મહાનુભાવોએ પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમ અને ગોરખપુર ખાતે યોજાયેલા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના દેશવ્યાપી શુભારંભ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કૃષિવિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા આયોજીત ઓર્ગેનિક ફાર્મિંગ અને મશરૂમ ફાર્મિંગની તાલીમમાં તાલીમ પામેલા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. મંત્રી પટેલ અને જિલ્લા કલેકટર આર.એસ.નિનામા સહિત અન્ય મહાનુભાવોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મશરૂમ ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સીનીયર સાયન્ટિસ્ટ અને વડા ડૉ. વર્માએ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ. સી.ડી.પંડયાએ કર્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આર.એસ.નિનામા, પ્રાંત અધિકારી તુષારભાઇ જાની, ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીત, વ્યારા તાલુકાના યોજના સહ તાલુકા વિકાસ અધિકારી, પ્રગતિશીલ ખેડૂત અને બેસ્ટ ખેડૂતનો કેન્દ્રીય કક્ષાના એવોર્ડ વિજેતા જિગરભાઇ દેસાઇ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સ્ટાફ, ખેતીવાડી વિભાગનો સ્ટાફ, આત્મા પ્રોજેકટનો સ્ટાફ અને ખેડૂત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Similar News