ગુજરાતમાં રાહુલ ગાંધી બે દિવસ ચૂંટણી પ્રચારમાં જોડાશે

Update: 2017-11-23 12:36 GMT

કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 24 અને 25મી નવેમ્બરે પણ ગુજરાત મુલાકાતે રહેશે. 25મી નવેમ્બરે રાહુલ ગાંધી નવસર્જન યાત્રાનાં ભાગરૂપે અરવલ્લી અને સાબરકાંઠાની કેટલીક વિધાનસભા બેઠકોની મુલાકાત લેશે. આ યાત્રા દરમિયાન અરવલ્લી-સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં મુલાકાત કરશે. જ્યારે 24મીએ અમદાવાદ, પોરબંદર, સાણંદમાં ચૂંટણી પ્રચાર કરશે.

કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસનાં પ્રવાસમાં પોરબંદરમાં તારીખ 24મીએ સવારે પોરબંદર ખાતે માછીમાર સમુદાય સાથે વાર્તાલાપ કરશે, તેમની સમસ્યાઓ સાંભળશે.

આ મુલાકાત બાદ રાહુલ સાણંદના નાની દેવલી ગામે દલિત શક્તિ કેન્દ્રની મુલાકાત લેવાના છે. અમદાવાદમાં રોડ શો યોજવામાં આવે તેવી શક્યતા છે. રાહુલના ભરચક કાર્યક્રમોમાં ડોક્ટરો અને પ્રોફેસરો સાથે સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરાઈ રહ્યું છે.

તદુપરાંત નિકોલ ખાતે રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધન કરે તે માટેની પણ તડામાર તૈયારી કરવામાં આવી છે.

 

Tags:    

Similar News