છત્તીસગઢમાં નક્સલી હુમલામાં સીઆરપીએફના 11 જવાનો શહીદ

Update: 2017-03-11 09:56 GMT

છત્તીસગઢમાં સુકમા જિલ્લામાં શનિવાર ના રોજ નક્સલીઓ સાથે મુઠભેડમાં સીઆરપીએફ ના 11 જવાન શહીદ થયા હતા, જેમાં 5 જવાન ગંભીર રૂપ થી ઘાયલ થયા હતા.

આઇજી સુંદરરાજ પી કે એ મીડિયાને જણાવ્યા મુજબ સીઆરપીએફ 219ની બટાલિયનના જવાન રોડ ખોલવા માટે ભેજજી થાના વિસ્તારમાં આવ્યા હતા, ત્યાં કોતાચરુ પાસે પહેલ થી છુપાય ને બેઠેલા નક્સલીઓ એ જવાનો પર હુમલો કર્યો હતો.

પોલીસનું કેહવું છે કે માઓવાદી આ વિસ્તારમાં પહેલી થી ઘાત લગાવીને બેઠા હતા અને પહેલા તેમને રસ્તા પર વિસ્ફોટ કર્યો પછી રસ્તાની ચારેબાજુએ થી જવાનો પર હુમલો કર્યો, હુમલામાં 11 જવાનો મુત્યુ પામ્યા હતા,અને 5 જવાન ગંભીર રીતે ઘાયલ હોવાને કારણે રાયપુર ખાતે લઈ જવામાં આવ્યા હતા.

રાજ્યના ગૃહમંત્રી રામસેવક પૈકરા હુમલાની નિંદા કરતા કહ્યું કે ઘટનાસ્થળ પર પોલીસકર્મચારી ને મોકલી આપવામાં આવ્યા છે અને માઓવાદીઓની શોધખોળ ચાલુ કરી દીધી છે.

 

Similar News