જંબુસરની એચ.એસ.શાહ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીએ જન્મદિવસની અનોખી ઉજવણી કરી

Update: 2017-12-23 10:08 GMT

જંબુસરની એચ.એસ. શાહ હાઈસ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રોનક પવારે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી જેમાં સ્કૂલના શિક્ષક અને વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કર્યુ હતુ, અને બધા વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવી હતી કે હવેથી તે પોતાના જન્મદિવસ ઉપર વૃક્ષારોપણ કરીને જ જન્મદિનની ઉજવણી કરે.

જંબુસર એચ.એસ. શાહ હાઈસ્કુલ ધોરણ 12માં અભ્યાસ કરતા રોનક પવારની સન 2016-17 ગીર ફાઉન્ડેશનનાં જિલ્લા એમ્બેસેડર તરીકે નિમણુંક કરાઈ છે, રોનકે જિલ્લા અને રાજ્ય કક્ષા ખાતે વકૃત્વ સ્પર્ધામાં નંબર મેળવી શાળા તેમજ જંબુસરનું નામ રોશન કર્યુ છે અને રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં જયપુર ખાતે રમશે.

આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લા અને જંબુસર તાલુકાનો પ્રથમ નંબર લાવનાર પહેલો વિદ્યાર્થી છે. શાળાનું ગૌરવ ગણાતા રોનક પવારે પોતાના જન્મદિન નિમત્તે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત શાળાનાં આંગણે વૃક્ષો વાવી દરેક વિદ્યાર્થીઓને પોતાના જન્મદિને વૃક્ષ વાવી ઉજવણી કરવાના શપથ લેવડાવ્યા હતા આમ શાળાનાં આચાર્ય દ્વારા રોનક પવારનાં જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

Tags:    

Similar News