જાણો રાજકોટમા કઈ કઈ જગ્યાએ રંગોનો તહેવાર ધુળેટીને લઈ થઈ રહી છે તડામાર તૈયારીઓ
ધુળેટીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે ધુળેટીના તહેવારને લઈ તડામાર તૈયારીઓ આયોજકો દ્વારા પણ શરૂ કરવામા આવી છે. ત્યારે રાજકોટ શહેરની વાત કરીયે તો રાજકોટ શહેરમા જુદી જુદી પાંચ જગ્યાએ ધુળેટી પર્વ અંતર્ગત હોલી 2018નુ આયોજન કરવામા આવ્યુ છે. રાજકોટ વાસીઓ માટે એવુ કહેવાઈ છે કે તેઓ માત્ર તહેવારોને માત્ર માણતા નથી હોતા પરંતુ તેઓ તહેવારને જીવી જાણતા હોઈ છે. રાજકોટ શહેરના સદર બજાર વિસ્તારમા જુદા જુદા રંગોનુ વહેંચાણ શરૂ થઈ ગયુ છે.
કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા મોટલ ધ વિલેજના ઓર્ગેનાઈઝર રચિત પોપટે જણાવ્યુ હતુ કે દર વર્ષની માફક મોટલ ધ વિલેજ દ્વારા એક સુંદર મજાનુ આયોજન કરવામા આવ્યુ છે. આ વર્ષે ફણ પ્રિયંકા વૈધ્ય પોતાના સંગીત થી ધુળેટી રમનારાઓને મનોરંજન પિરસસે તો સાથો સાથ ડિજેની પણ વ્યવસ્થા કરવામા આવી છે. તો સાથો સાથ મુડ પુલ, રેઈન ડાન્સ, ગેમ ઝોન, ગેમિંગ તેમજ સેલ્ફી ઝોનનુ આયોજન કરવામા આવ્યુ છે. તો સાથો સાથ અનલિમિટેડ બફેટનુ પણ આયોજન કરવામા આવ્યુ છે.