જામનગર કોંગ્રેસ તરફથી સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા અંદાજે ૪૦ જેટલા દાવેદારોની સંખ્યા સામે આવી

Update: 2019-03-18 12:24 GMT

જામનગરના કોંગીના ધારાસભ્ય વલ્લભ ધરાવીયાએ એકાએક રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા હતા અને આ સાથે ખાલી પડેલી ૭૭ જામનગર ગ્રામ્યની વિધાનસભાની બેઠક પર લોકસભાની સથે ૨૩ મી એપ્રિલે વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે આજે જામનગર કોંગ્રેસ તરફથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને અંદાજે ૪૦ જેટલા દાવેદારો ની સંખ્યા સામે આવી હતી.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="88046,88047,88048,88049,88050"]

લોકસભાની સાથે જ જામનગર ગ્રામ્ય બેઠકની ખાલી પડેલ વિધાનસભા બેઠક માટે પણ તે જ દિવસે મતદાન યોજાવવાનું છે, ત્યારે સ્વાભાવીક છે કે તંત્રની સાથે સાથે પક્ષે પણ તૈયારીઓ કરવી પડે,ત્યારે આજે વારો હતો કોંગ્રેસનો.કોંગ્રેસ પક્ષે પણ જામનગર ગ્રામ્ય બેઠક માટે મુરતિયાઓ ને સાંભળવા આજે ત્રણ નિરીક્ષકો બ્રિજેશ મેરજા, જસવંત ભટ્ટી અને ચંદ્રિકાબેન ચુડાસમાની ટીમને જામનગર મોકલી હતી, પણ જામનગર ગ્રામ્ય બેઠક માટે આજે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગ્યું એક બે નહિ પરંતુ ૩૦ થી વધુ ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નિરીક્ષકો સમક્ષ નોંધાવી અને પોતાને ટીકીટ મળે તેવી સૌ કોઈએ માંગ કરી.

દાવેદારી કરનાર દાવેદારો મા કેટલાક ચહેરાઓ તો એવા હતા જેને કદાચ કોઈ કાર્યકરો પણ માંડ ઓળખતા હશે, આજે જે લોકોએ પોતાની દાવેદારી નોંધાવી તેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીશ અમેથીયા, જીલ્લા પંચાયત પૂર્વ વિપક્ષ નેતા અને કોર્પોરેટર વોર્ડ નંબર એક કાસમ ખફી,જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વશરામ રાઠોડ,રેખાબેન ગજેરા,દિગુભા જાડેજા, કોર્પોરેટર યુસુફ ખફી, દિલીપસિંહ જેઠવા, અમીન જ્ન્ન્રર,સહિતના લોકોએ આજે ઉમેદવારી નોંધાવી છે, હવે કોની પર પસંદગીનો કળશ પાર્ટી ઢોળશે તે જોવાનું છે.

 

Similar News