જામનગર: ભાન ભૂલેલા પ્રેમી પંખીડાઓને કાયદાના પાઠ ભણાવતી એન્ટિ રોમીયો સ્ક્વોર્ડ

Update: 2019-02-14 11:48 GMT

સમગ્ર વિશ્વ આજે પ્રેમ નો તહેવાર એટલે કે વેલેન્ટાઇન ડે ઉજવી રહ્યું છે જામનગર માં પણ પ્રેમ ના તહેવાર વેલેન્ટાઇન ડે ના દિવસે શહેર ના રણમલ તળાવે તેમજ અનેક સ્થળોએ યુવક યુવતીઓ પ્રેમ ની આપલે કરવા ભેગા થયા હતા ત્યારે આ ભાન ભૂલેલા પ્રેમી પંખિડા ઓને જામનગર ની એન્ટિ રોમિયો સ્કવોર્ડ દ્વારા બરાબર નો કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો.

વિશ્વ સાથે આજે જામનગર માં પણ વેલેન્ટાઇન ડે ની ઉજવણીને લઈને યુવક અને યુવતીઑમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગરમાં વેલેન્ટાઇન ડે દરમ્યાન અમુક તત્વો દ્વારા ધરાર યુવતીઓની પજવણી કરીને પરેશાન કરતા નબીરાઓ રોમિયો સ્કવોડની નજરે ચડતા ઝડપી લેવામાં આવ્યા હતા અને આ નબીરાઓને આજનો દિવસ યાદ રહે તે માટે મહિલા પોલીસમથક ખાતે ઉઠકબેઠક કરાવીને શાન ઠેકાણે લાવી હતી અને ભવિષ્યમાં આવું નહીં કરે તે માટે માફીપત્ર પણ લખાવવામાં આવ્યા હતા.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="84393,84394,84395,84396,84397,84398,84399,84400"]

વેલેન્ટાઇન દિવસે સવારથી જ રોમિયો સ્કવોડ દ્વારા પેટ્રોલીંગ કરીને રણમલ તળાવ, ડિકેવી કોલેજ અને મહિલા કોલેજ એમ જુદા-જુદા ત્રણ સ્થળોએથી રોમિયોગીરી કરતા તત્વો ઉપરાંત એક યુવતીને ઝડપી લઈને કાર્યવાહી કરી હતી. ત્યારે આજે દિવસભર રોમિયો સ્કવોડ પેટ્રોલીંગ કરીને યુવતીઓની પજવણી કરતાં તત્વો સામે લાલ આંખ કરશે જેને લઈને આવારા તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઈ છે.

મહિલા પીએસઆઈ સોનલબેન ને જ્યારે અંગે વધુ જણાવવાનું કહેતા તે પોતાની ખુરશી પર થી ઊભા થી ચાલતી પકડી હતી મહિલા કોલેજ અને સ્કૂલો પાસે આવા આવરતત્વો ખુલ્લેઆમ ફરતા હોય છે અને છોકરીઓની છેડતી કરતાં હોય છે ત્યારે એન્ટિ રોમિયો સ્કોવોર્ડ દ્વારા આ કામગીરી રોજ ના કરી ને આજે એક દિવસ જ કેમ કરવામાં આવી અને આવતા દિવસો માં આ કામગીરી ચાલુ રાખવામા આવશે કે કેમ તેનો કોઈ પણ જાતનો જવાબ પોલીસ દ્વારા આપવામાં આવ્યો નહોતો.

Similar News