ટાગોરની 154મી જન્મ જયંતિ પર તેમના વિશે કેટલાક અજાણ્યા તથ્યો

Update: 2016-05-06 18:31 GMT

કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 7મે, 1861માં થયો હતો. તેમણે બંગાળી સાહિત્ય અને બંગાળી સંગીતને નવો આકાર આપ્યો હતો.

નોબેલ પ્રાઇઝ મેળવનાર પહેલા નોન યુરોપિયન બન્યા

રવિન્દ્રનાથ ટાગોરને 1913માં તેમના કાવ્ય સંગ્રહ ગીતાંજલિ માટે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તે સમયે નોબેલ પ્રાઇઝ મેળવનારા તેઓ પ્રથમ નોન યુરોપિયન વ્યક્તિ બન્યા હતા.

ટાગોર નોકરો વચ્ચે ઉછર્યા હતા

રવિન્દ્રનાથ ટાગોર નાના હતા ત્યારે તેમની માતાનું અવસાન થઇ ગયું હતું. તેમના પિતા કામના અર્થે મોટેભાગે બહાર જ રહેતા હતા. તેથી તેમનો ઉછેર નોકરો વચ્ચે થયો હતો. તેમનું કુટુંબ બંગાળનું જાણીતું કુટુંબ હતું.

રવિન્દ્રનાથ ટાગોરે ઘરબેઠા અભ્યાસ કર્યો હતો

રવિન્દ્રનાથને તેમના ઘરે જ અભ્યાસ કરાવવા માટે ટ્યુટર આવતા હતા. એકવાર રવિન્દ્રનાથે સ્કુલ જવા જીદ કરી હતી ત્યારે તેમના ટ્યુટર તેમની પર ભડક્યા હતા. ત્યારબાદ રવિન્દ્રનાથે ક્લાસરૂમ કરતા ઘરે જ અભ્યાસ કરવાનું મુનાસિબ માન્યું. બાળકોને ઘર જેવા વાતાવરણમાં અભ્યાસ કરવાની તક મળે તે માટે તેમણે શાંતિ નિકેતનની સ્થાપના કરી હતી.

રવિન્દ્રનાથ ટાગોરે 3 દેશના રાષ્ટ્રગાન રચ્યા છે

તેઓ એકમાત્ર એવી વ્યક્તિ છે જેમણે ત્રણ દેશોના રાષ્ટ્રગાનની રચના કરી છે. ઘણાં લોકો જાણતા હશે કે ટાગોરે ભારતના 'જન ગણ મન' અને બાંગ્લાદેશના રાષ્ટ્રગાન 'અમાર સોનાર બાંગ્લાની' રચના કરી છે. પરંતુ ઘણાં લોકોને ખબર નથી કે શ્રીલંકાનું રાષ્ટ્રગાન ટાગોરનું એક બંગાળી ગીત છે. જેનું સિંહાલી ભાષામાં રૂપાંતરણ કરવામાં આવ્યું છે.

ટાગોરને આઇન્સ્ટાઇન અને ગાંધીજી સારા સંબંધો હતા

રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને 1915માં મહાત્માનું બિરુદ આપ્યું હતું. જોકે, કેટલાક નિષ્ણાતો જણાવે છે કે ટાગોર ગાંધીજીની ખૂબ પ્રશંસા કરતા હતા પણ કેટલાક મુદ્દાઓ પર તેઓ ગાંધીજી સાથે સંમત નહોતા.

ટાગોર આઇન્સ્ટાઇનને 1930થી 1931 વચ્ચે 4 વખત મળ્યા હતા. તેમણે આઇન્સ્ટાઇનના પણ વખાણ કર્યા હતા.

Similar News