તમિલનાડુમાં આજે 100 કિ.મીની ઝડપે ત્રાટકશે ‘ગાજા’ વાવાઝોડું

Update: 2018-11-15 05:28 GMT

તામિલનાડું તંત્ર એલર્ટ

બંગાળની ખાડી પર વાવાઝોડું ‘ગાજા’ ચેન્નાઇથી લગભગ 380 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વ અને નાગાપટ્ટિનમથી 400 કિમી દૂર ઉત્તર પૂર્વમાં સ્થિત છે. આજે તે કુડ્ડલુર તથા પમ્બાન વચ્ચે આવી પહોંચી શકે તેમ છે. જેના કારણે તમિલનાડુમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના મતે, વાવાઝોડું ‘ગાજા’ ગુરુવારે સાંજે કે રાતે પમ્બાન તથા કુડ્ડલૂર વચ્ચેનો દરિયા કાંઠો પસાર કરી શકે છે. આ દરમિયાન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

તમિલનાડુ સરકાર પહેલાથી જ 30 હજાર 500 રાહત-બચાવ કર્મી તહેનાત કરવાની જાહેરાત કરી ચુકી છે. તંજોર, તિરુવરુર, પુડ્ડુકોટ્ટઈ, નાગપટ્ટિનમ, કુડ્ડલૂર અને રામનાથપુરમના કલેકટરોએ ગુરુવારે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. વાવાઝોડાના કારણે પોડુંચેરી અને કરાઇકલ વિસ્તારોમાં પણ ગુરુવારે તમામ શિક્ષાણિક કામકાજ બંધ રહેશે. કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલયને ડેમ પર સતત નજર રાખવાની સલાહ આપી છે.

 

Similar News