દક્ષિણ ભારતની સુપ્રસિદ્ધ વાનગી ઢોસા

Update: 2016-04-20 08:39 GMT

દક્ષિણ ભારતની સુપ્રસિદ્ધ વાનગી ઢોસા

ઢોસાએ દક્ષિણ ભારતની જાણીતી વાનગી છે. જે ચોખા અને અડદ દાળના ખીરામાંથી બનાવવામાં આવે છે. દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરાલા, તમિલનાડુ અને તેલાંગણામાં આ વાનગી જાણીતી છે. દક્ષિણ ભારત સિવાય ભારતના અન્ય કેટલાક ભાગો તેમજ શ્રીલંકા, મોરેશિયસ, મ્યાનમાર, નેપાલ, બાંગ્લાદેશ અને સિંગાપોરમાં પણ ઢોસા પ્રચલિત છે.

કેટલાક ઇતિહાસકારોના મતે ઢોસાની શરૂઆત તમિલનાડુમાંથી થઇ હતી જ્યારે કેટલાક ફુડ ઇતિહાસકારોના મતે ઢોસાની શરૂઆત કર્ણાટકમાંથી થઇ હોવાનું કહેવાય છે.

ઢોસામાંથી મળતા પોષકતત્વો

ઢોસામાંથી ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ મળે છે. તેમાં અડદ દાળનો ઉપયોગ થતો હોવાથી પ્રોટીન પણ મળે છે. ઢોસામાં આથવણની પ્રક્રિયા થતી હોવાથી વિટામીન B અને વિટામીન C પણ રહેલાં છે.

બનાવવાની રીત

ચોખા અને અડદદાળને અલગ અલગ પલાળી 12 કલાક રાખવા. ત્યારબાદ મિક્સરમાં અલગ અલગ પેસ્ટ બનાવી મિક્સ કરી લેવી. આ મિશ્રણને આખી રાત રાખી મૂકી આથો આવવા દેવો. અને ગેસ પર તવો મૂકવો. ગરમ થાય ત્યારે ભીના કપડાથી લુછી મિશ્રણમાંથી ઢોસા પાથરી દો. ક્રિસ્પી થાય ત્યારે ઉતારી લો. આ રીતે બધા ઢોસા ઉતારી લો.

વિવિધ પ્રકારના ઢોસા

મસાલા ઢોસા

મીની સોયા ઢોસા

ગ્રીન ઢોસા

લાઇટ વાઇટ ઢોસા

મૈસુર ઢોસા

ઓનિયન ઢોસા

ઓનિયન રવા ઢોસા

રાગી વ્હીટ ઢોસા

રવા ઢોસા

Similar News