નર્મદા : કરજણ ડેમના સાત દરવાજા ખોલી 1.30 લાખ કયુસેક પાણી છોડાયું

Update: 2019-09-10 10:22 GMT

નર્મદાના ડેડીયાપાડા માં 6 ઇંચ વરસાદ ખાબકતા ઉપરવાસમાંથી 1 લાખ 10 હજાર પાણી ની આવક થઇ રહી છે. જેના કારણે કરજણ ડેમની સપાટી 114.58 મીટરે પહોંચી જતાં ડેમના સાત દરવાજા ખોલવામાં આવ્યાં છે.

કરજણ ડેમ ની સપાટી 114.58 મીટર વટાવતાડેમ હાઇ એલર્ટ પર મુકાયો છે. તાત્કાલિક કરજણ ડેમ ના 7 ગેટ ખોલી 1લાખ 30 હજાર ક્યુસેક પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતા 8 ગામોને સાબદા કરી દેવાયાં છે. રાજપીપલા શહેરના નદી કાંઠા વિસ્તારમાં પાણી ઘરો સુધી આવ્યાં છે. અને 20 મકાનો ના રહીશો ને સ્થરાંતર કરાયાં છેે. જ્યારે કાંઠાના ગામો ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. તલકેશ્વર મંદિરના પગથીયા પણ ધોવાઈ ગયા અને જેમાં રહેતા પૂજારીનું પરિવાર ફસાયું હતું. જો કે પરિવારને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર આઈ.કે પટેલ ચીફ ઓફિસર, પ્રાંત. મામલતદાર સહિત ટીમો દોડી આવી હતી. જ્યાં જ્યાં પાણી ભરાયા ત્યાં ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી. સાથે કરજણ બે કાંઠે હોય પાલિકાની ફાયર ફાઇટર ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

Similar News