પાકિસ્તાનના પીએમ હાઉસની લક્ઝરી કારોની હરાજી આજથી શરૂ 

Update: 2018-09-18 04:29 GMT

પાકિસ્તાન PMO એ 8 BMW,28 મર્સીડીઝ સહિત 70 કાર વેંચી નાંખી

પાકિસ્તાનના પીએમ હાઉસની લક્ઝરી કારોની હરાજી આજથી શરૂ થઈ ગઈ. આ હરાજી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના આવાસે કરવામાં આવી રહી છે. તે હેઠળ બીએમડબ્લ્યૂ, મર્સીડીઝ, લેન્ડ ક્રૂઝર અને એસયુવી સહિત અનેક અન્ય કારોની હરાજી કરાશે. તેમાંથી અનેક બૂલેટપ્રૂફ કારો પણ છે. તમને જણાવી દઈએ કે પૈસાની તંગી સહન કરી રહેલ પાકિસ્તાન સરકારે ખોટા ખર્ચા રોકવાના ઉદ્દેશ્યથી આ પગલું ભર્યુ છે. પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ જણાવ્યું કે હરાજી માટે રાખેલી કુલ 102 કારોમાંથી 70 કારો પહેલા દિવસે જ વેચાઈ ગઈ હતી.

આ તમામ કારો પોતાની બજારકિંમતથી વધારે કિંમતે વેચાઈ હતી. માહિતી અનુસાર આ દરમિયાન કારની સૌથી વધુ બોલી લગાવી તેને પ્રાપ્ત કરનારા વ્યક્તિને તે કારની 10% કિંમત તે સમયે જ ચૂકવવી પડશે. હરાજી માટે રાખેલી આ કારોમાં 8 બીએમડબ્લ્યૂ, 28 મર્સીડીઝ, 40 ટોયોટા કાર, 2 લેન્ડ ક્રૂઝર, 5 મિસયુબીસી અને 2 જીપ સામેલ છે. ખરેખર તો પાકિસ્તાનની નવી સરકાર ખર્ચ ઘટાડવા માગે છે.

Similar News