પાનોલીમાંથી જીમખાની આડમાં ચાલતું જુગાર ધામ ઝડપાયુ

Update: 2017-01-06 16:16 GMT

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 ને અડીને આવેલ પાનોલી ઔદ્યોગિક વસાહતમાં જીમખાનાની આડમાં ધમધમતા જુગાર ધામ પર ભરૂચ જિલ્લા પોલીસે દરોડા પાડયા હતા.

પોલીસ ને જીમખાનાની આડમાં ચાલતા જુગારધામ અંગેની મળેલી ચોક્કસ બાતમીના આધારે પાનોલીમાં આવેલ સ્નેહ જીમખાના પ્રા.લી.માં દરોડા પાડયા હતા. પોલીસની એન્ટ્રી થી જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

જાણવા મળ્યા મુજબ સ્નેહ જીમખાનામાં ક્લબના નીતિનિયમો પ્રત્યેનું એક પોસ્ટર લગાવવામાં આવ્યુ છે. જેના પર જીમખાનામાં જુગાર ધારા મુજબ પ્રવૃત્તિ કરવામાં નહીં આવે તેમજ નશો કરીને સભ્યો એ આવવુ અહીં તેવી સૂચનાઓ દર્શાવામાં આવી છે. પરંતુ આ માત્ર લોકોને અને પોલીસને ભ્રમિત કરવા માટે બતાવવામાં આવ્યુ હોવાનું પણ ચર્ચાય રહ્યુ છે.

પોલીસની રેડમાં જીમખાના બહાર 12 થી 15 જેટલી કાર અને 10 થી વધુ બાઈકો પણ પાર્ક હોવાનું જાણવા મળ્યુ છે. અને પોલીસ દ્વારા આ અંગે હજી કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ કાર અને બાઇકનો કાફલો જોતા જુગાર રમતા કોઈ મોટા માથા સહિત વધુ વ્યક્તિઓ ઝડપાયા હોવાનું પણ સૂત્રો દ્વારા કહેવાય રહ્યુ છે.

 

Tags:    

Similar News