ફેસબુક પર નવુ એકાઉન્ટ બનાવવા માટે આધાર કાર્ડ જરૂરી બનશે

Update: 2017-12-29 07:09 GMT

આધાર કાર્ડ દરેક ક્ષેત્રે અનિવાર્ય બનાવવામાં આવ્યું છે, અને પાનકાર્ડ, બેન્ક એકાઉન્ટ, મોબાઈલ નંબર સહિત તમામ સેવાઓમાં આધારને લિંક કરવામાં આવી રહ્યુ છે. ત્યારે હવે ફેસબુક પણ નવું એકાઉન્ટ ખોલતા પહેલા યૂઝર પાસે આધારની માંગણી કરશે.

ફેસબુક એક એવા ફિચર ટેસ્ટ કરી રહ્યુ છે જેમાં નવું એકાઉન્ટ ખોલવા માટે તમારે આધાર કાર્ડ પર લખેલું નામ જણાવવાનું રહેશે. જ્યારે તમે આધાર કાર્ડ પર લખેલું નામ લખશો ત્યારે ત્યારે લખેલું આવશે કે,''જો તમારૂ આધારવાળું નામ નાખશો તો તમારા દોસ્તને સરળતાથી શોધી શકશો. ફેસબુકે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયા ઓપ્શનલ રહેશે.

 

 

Similar News