ફેસબુક હવે પોતાનો ઇન્ટરનેટ સેટેલાઇટ લોન્ચ કરશે

Update: 2018-07-22 04:51 GMT

હજુ પણ અબજો લોકો ઓફલાઇન છે, તેમને કનેક્ટ કરવા માટે ફેસબુક ૨૦૧૯ની શરૃઆતમાં પોતાનો ઇન્ટરનેટ સેટેલાઇટ લોન્ચ કરશે. અમેરિકી સંઘીય સંચાર આયોગ સમક્ષ ફેસબુક દ્વારા અપાયેલ અરજી મુજબ આ યોજનાને દુનિયાભરમાં અંતરિયાળ વિસ્તારમાં બ્રોડબેન્ડની સુવિધા આસાનીથી આપી શકાશે.

ધ વાયર્ડના રિપોર્ટમાં કહેવાયું છે કે ફેસબુકે પણ એથેના પરિયોજનાનું સમર્થન કર્યું છે. ફેસબુકે જણાવ્યું હતું કે ઉપગ્રહ ટેક્નોલોજી આગામી પેઢીની બ્રોડબેન્ડમાં સંભવ થઇ શકશે, જયાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી ઓછી છે કે તેનું અસ્તિત્વ જ નથી.

અન્ય કંપનીઓ પણ એ જ માર્ગે ફેસબુક જો કે લો અર્થ ઓર્બિટમાં સેટેલાઇટના માધ્યમથી ઇન્ટરનેટનો વ્યાપ વધારવાની દિશામાં કામ કરનારી એક માત્ર કંપની નથી. એલન મસ્કની સ્પેસ એક્સ અને સોફ્ટ બેન્ક દ્વારા સમર્થિત વનબેલ બે અન્ય કંપનીઓ છે, જેની પણ આવી જ મહત્ત્વાકાંક્ષી યોજના છે

 

Similar News