બીજી મા : સિનેમા

Update: 2017-05-16 06:17 GMT

મેરી અમાનત, વસિયત, સરકાર

આપ હો : સરકાર - ૩

લાલચ ઔર ડર કિસી કો ભી ગદ્દાર બના દેતા હૈ . સુભાષ નાગરે (એ.બી)

શ્વેત કેસ, ફ્રેંચ કટ દાઢી, ક્લીન શેવ નહિ, સિલ્કની કાળી લુંગી, ગળામાં હાથમાં રૂદ્રાક્ષના મોટા મણકાની માળા, આઠ આંગળીઓમાંથી પાંચમાં વીંટી, ચશ્માની ફ્રેમ નજર લાગે એવી, કપાળમાં ચળકતું લાલ તીલક, ઉમર વર્તાય પણ અવાજનો રણકો અકબંધ, સંવાદ એકથી એક ચઢિયાતા, સંવાદોનું પુનરાવર્તન જબરજસ્ત, સરકાર-૧માં પુષ્પા ‘જરા આચાર દેના’ સરકાર-૩માં પુષ્પા પથારીવશ. સુભાષ નાગરે (એ.બી.) અને પુષ્પા (સુપ્રિયા પાઠક)વચ્ચેનો પ્રેમ અણીશુધ્ધ.

વિષ્ણુ (કે.કે.મેનન)નો પુત્ર ચિકુ હુલામણું નામ, ફિલ્મમાં શિવાજી (અમિત સાધ), પ્રોમિસિંગ એકટર, ગોવિંદ દેશપાંડે (મનોજ બાજપાઈ) તેની માતા રુક્કુબાઈદેવી (રોહિણી હતંગડી), ગોકુલ સાતમ (રોનિત રોય), ગાંધી (બજરંગબલી સિંધ), અન્ડરવર્લ્ડ છોટા (ડોનના પાત્રમાં, સબસે બડા ડોન માઈકલ વલિયા (જેકી શ્રોફ) ડોન શબ્દને દાઉદ ઈબ્રાહીમ સાથે ન્હાવા નીચોવવાની નિસ્બત નથી) ગોરખ રામપૂર (ભારત દાભોલકર), અન્નુ કરકરે (યામી ગૌતમ) એ.બી. સાથે પહેલી ફિલ્મ પણ એકપણ શોટમાં એ.બી. અને યામી સાથે સ્ક્રીન પર બતાવ્યા નથી, એ ડાયરેક્ટરની કમાલ. શિવજીની પ્રેમિકા અને એના પિતા શ્રી રામનું ખૂન સરકારે કરાવેલું એવું માને. રમન ગુરુ (પરાગ ત્યાગી) વાચાવિહીન, મૂંગો, શરીરે રુષ્ટપુષ્ટ એની હાજરી જ કંપારી છુટાવે. લાજવાબ.

સંવાદ :- જો ઉસૂલો કે રાસ્તે ચલતે હૈ, ઉનકે દોસ્ત કમ, દુશ્મન જ્યાદા હોતે હૈ (એ.બી)

  • હર અચ્છાઈ કી કોઈ નિર્ધારિત કિંમત હોતી હૈ, વો ચાહે પૈસા હો, જ્ઞાન હો, યા ફિર દર્દ ઔર દર્દ કી કિંમત ચુકાની પડતી હૈ. (એ.બી)
  • હમકો ઉસ પોઝીશન સે કોઈ પ્રોબ્લેમ નહિ ... હમકો ઉસ આદમી સે પ્રોબલેમ હૈ જો ઇસ વક્ત પોઝીશન પર બૈઠા હૈ (ગાંધી બજરંગબલી સિંઘ)
  • અગર આપ ગાંધી કી મૂર્તિ કી પૂજા કર રહે હો...

તો ગુન્ડોકો પૂજને કી પરંપરા અબ બંધ હોની ચાહિયે - મનોજ બાજપાયી

  • એ આદમી તબ તક નહિ હારેગા જબ તક જનતા ઉસકી તરફ હૈ (એ.બી)

‘ગોવિંદા ગોવિંદા ગોવિંદાઆઆઆ...’ બેક ગ્રાઉન્ડ સરકાર ૧, રાજ સરકાર અને સરકાર ૩ માં દ્રશ્યોને અસરકારક બનાવે,મૌનને વાચા આપે, જકડી રાખે. સંગીતકાર રવિશંકર સલામ ! ગણેશ વિસર્જનના દ્રશ્યો, કોરિયોગ્રાફી ગણેશ આચાર્યે કમાલની કરી છે, અમિતાભના અવાજમાં ગણેશ વંદના દ્રશ્ય

શ્રાવ્ય બને ત્યારે જે પ્રેક્ષકને આવડતી હોય તે ગણગણ્યા વગર રહી ન શકે. દરિયા કિનારે વિસર્જન અને પછી મશીનગનની ગોળિયોનો વરસાદ, ગેન્ગસ્ટર વોર કેવી હોય તે ખૂબ જ સરસ કચકડે મઢી છે. વેશભૂષા કરિશ્મો કરે છે. અનવર અલીનું એડીટીંગ વાર્તાને આગળ ઘપાવવામાં સફળ. એક દ્રશ્ય પૂરું ના થાય, દર્શક મગજમાં વાર્તાના તાણાવાણા ગોઠવે ત્યાં બીજુ દ્રશ્ય એથી વધારે ચોટદાર રીતે, ચગડોળે ચઢાવે. સરકાર ૩ ની સ્ટોરી કોઈ મિત્ર પરિવારજન કહેવાની કોશિશ કરે તો કાનમાં રૂના પૂમડા નાખી દેજો. કારણ ફિલ્મ જોશો તો જ ઉકેલી શકશો પછી કહેવા જશો તો ગુંચ પડશે જ.

છેલ્લું દ્રશ્ય સુભાષ નાગરે હાથમાં રકાબીમાં ચાહ પિતા પહેલા બોલે અને પછી સડાકો મારે. શું બોલે? ‘પેલેસ પોલિટીકસ’ વિદેશી શબ્દ છે, મહાભારત, રામાયણ સર્જાયા હતા તેનું કારણ રાજમહેલનું રાજકારણ, રાજ્ઘરાનાનું રાજકારણ જવાબદાર હતું અને ત્યારે રાજા ગાફેલ હોય તો રાજ્યોનો વિનાશ નક્કી, સરકાર-૩માં સરકાર સાબદા રહ્યા એ એમની રાજરમતમાં પૌત્ર શિવાજી (અમિત સાધ)નો સાથ મળ્યો અને વીન થયા. આ જ દ્રશ્યમાં સોફાના એક છેડે શિવાજી બેસે, એના ડાબા હાથમાં કપમાં ચાહ, દાદાની અદાથી ચાહ પીયે, ચૂસકી મારે અને સડાકા સંભળાય અને “અ ફિલ્મ બાય રામ ગોપાલ વર્મા” લખાય. દર્શકો મલ્ટીપ્લેક્ષના પગથિયા ઉતરે ત્યારે રમન, દેશપાંડે, ગાંધી, ગોકુલ,શિવાજી સુભાષ નાગરે નામ ડિસ્કસ્ડ કરતા પાર્કિંગ લોટ જાય. સરકાર કે જલ્દીથી તમારા વિચારોનો કબજો છોડશે નહિ. એ તમારા વિચારોના દલીલોને ધાર કાઢીને જ ઝંપશે. મૈ રહૂ ન રહૂ, મેરી અમાનત, મેરી વસિયત, મેરી સરકાર આપ રહે. સરકાર ૩ ઈઝ ઇકવલ ટુ સુભાષ નાગરે. અમિતાભ બચ્ચન..

Tags:    

Similar News