સાંજે ઓછી ભૂખ લાગે તો ક્રિસ્પી કોર્ન બનાવો, જાણો તેની સરળ રેસીપી

આ સરળ રીતે ક્રિસ્પી કોર્ન બનાવી શકાય છે.

Update: 2024-05-02 08:29 GMT

ખાસ કરીને આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભૂખ ઓછી લાગે છે, અને ઠંડા પીણાં પીવાનું મન વધારે થાય છે,બપોરના સમયે થોડું ખાય શકાય છે પરંતુ સાંજના સમયે તો થોડી ઓછી ભૂખ લાગે ત્યારે શું રાંધવું અને શું ખાવું તે પ્રશ્ન થતો હોય છે, ત્યારે આ સરળ રીતે ક્રિસ્પી કોર્ન બનાવી શકાય છે, જે ચાની સાથે મજા બમણી કરી શકે છે. તો ચાલો જાણીએ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ક્રિસ્પી મકાઈ બનાવવાની સરળ રેસીપી.

સામગ્રી :-

મકાઈ (બાફેલી) – 2 કપ, ચાટ મસાલા - 2 ચમચી, એરોરૂટ - 2 ચમચી, પીસેલું લાલ મરચું - 1 ચમચી, લીંબુનો રસ - 1 ચમચી, તેલ - તળવા માટે, મીઠું - સ્વાદ મુજબ

બનાવવાની રીત :-

ક્રિસ્પી કોર્ન બનાવવા માટે સૌપ્રથમ બાફેલી મકાઈને એક બાઉલમાં નાખો, હવે તેમાં એરોરૂટ નાખીને મિક્સ કરો. આ પછી, કડાઈમાં તેલ રેડવું અને જ્યારે તે ગરમ થઈ જાય, ત્યારે મકાઈ ઉમેરો અને તેને ડીપ ફ્રાય કરો. જ્યારે મકાઈ ફૂલી જાય અને સોનેરી રંગની થઈ જાય ત્યારે તેને તવામાંથી બહાર કાઢી લો. હવે તેમાં લાલ મરચું, ચાટ મસાલો, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરો. તો તમારી રેસ્ટોરન્ટ સ્ટાઈલ ક્રિસ્પી કોર્ન તૈયાર છે. તેમને ગરમ ચા સાથે સર્વ કરો.

Tags:    

Similar News