બેંકનાં નામે છેતરતી સંસ્થાઓથી બચાવ RBIએ શરૂ કર્યો હેલ્પલાઇન નંબર

Update: 2017-12-15 05:36 GMT

રિઝર્વ બેંક લોકોનાં બેંક ખાતામાં થનારી છેતરપીંડીની ઘટનાઓને લઇને સાવચેત કરવા માટે એસએમએસ અભિયાન તથા મિસ્ડ કોલ હેલ્પલાઇનની શરૂઆત કરી છે. કેન્દ્રીય બેંક દ્વારા લોકોને મોકલવામાં આવેલ એસએમએસમાં કહેવામાં આવ્યું છે કે મોટા પ્રમાણમાં નાણાં મળવાના નામ પર કોઇપણ પ્રકારની ચૂકવણી ન કરો.

રિઝર્વ બેંક કે તેના ગવર્નર ક્યારેય પણ આ પ્રકારના ઇ-મેઇલ,સંદેશ કે કોલ કરતી નથી. બેંક વિસ્તૃત જાણકારી અને મદદ માટે મિસકોલ હેલ્પલાઇન 8691960000ની પણ શરૂઆત કરી છે. આ નંબર પર મિસકોલ કર્યા બાદ ગ્રાહકને પરત કોલ આવે છે. જેમાં તમે આ પ્રકારની ગતિવિધિના સંબંધમાં વિસ્તારથી જાણકારી આપવામાં આવે છે.

આ કોલમાં સાઇબર સેલ અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવી સહિતની જાણકારી આપવામાં આવે છે.

 

 

Tags:    

Similar News