બોલેરો જીપ પર જીઈબી લખી જીપ માં લઇ જવાતો દારૂ પોલિસે પકડી પાડ્યો

Update: 2019-07-16 10:41 GMT

શામળાજી પી.એસ.આઈ. સંજય શર્માએ ચાર્જ સાંભળતાની સાથે રતનપુર ચેકપોસ્ટ પરથી ૨૪ કલાકમાં વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડાતા ત્રણ વાહનો સાથે લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરો મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="103300,103301,103302"]

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ અને અંતરિયાળ વિસ્તારમાંથી રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડાતો અટકાવવા સઘન ચેકીંગ હાથધરાતા ધુળેટા ગામ નજીક નાકાબંધી જોઈ જીઈબી (ગેટકો) લખેલી બોલેરો કારનો ચાલક કાર રોડ મૂકી ફરાર થઈ જતા પોલીસે બોલેરોજીપ માં તલાસી લેતા પાછળની સીટમાં સંતાડેલ વિદેશી દારૂ અને બીયરના ટીન નંગ-૩૪૮ કીં.રૂ.૮૭૬૦૦/- તથા બોલેરો જીપ કીં.રૂ.૫૦૦૦૦૦/- મળી કુલ રૂ.૫૮૭૬૦૦/- નો જથ્થો જપ્ત કરી ફરાર જીપચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી

મેઘરજ પીએસઆઈ રાઠોડે બાતમીના આધારે અઢોડીયા ગામ નજીકથી બાતમીના આધારે રાજસ્થાન માંથી બાઈક પર કંતાનના કોથળામાં સંતાડીને લવાતો પ્રિન્સ દેશી મદિરાના ક્વાંટરીયા નંગ-૧૯૨ કીં.રૂ.૧૯૨૦૦ /- અને વિદેશી દારૂના ક્વાંટરીયા નંગ-૪૦ કીં.રૂ.૬૦૦૦/- નો જપ્ત કરી સુરેશ પ્રતાપ પગી નામના બુટલેગરની ધરપકડ કરી બાઈક કીં. રૂ.૩૫૦૦૦/- મળી કુલ.રૂ.૬૦૨૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી બાઈક પાછળ બેઠેલ શખ્શ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Similar News