ભરૂચ : અનોર ગામમાં દારૂની રેલમછેલ, પોલીસની નિષ્ક્રિયતાના વિરોધમાં રેલી

Update: 2020-02-24 14:36 GMT

આમોદ તાલુકાના અનોર ગામમાં દારૂની બદી દુર કરવાની માંગ સાથે ગામલોકોએ રેલી યોજી હતી. તેમણે પોલીસ અસરકારક કામગીરી કરતી ન હોવાનો આક્ષેપ કર્યો છે.

અનોર ગામમાં દેશી તથા વિદેશી દારૂના અડ્ડા બંધ કરવામાં આવે તેવી માંગ સાથે રેલી યોજવામાં આવી હતી. ગામલોકોનો આક્ષેપ છે કે, 2017ની સાલથી તેઓ ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવવા માટે રજુઆત કરી રહયાં છે પણ પોલીસ અસરકારક કામગીરી કરતી નથી. એક મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, દારૂના દુષણને કારણે દારૂડીયા પતિનો ત્રાસ સહન કરવો પડે છે. તેમજ દારૂ પીધા બાદ મારપીટ પણ કરે છે કેટલીય બહેનો વિધવા બની છે તેમજ અનેક યુવાનો અકાળે અવસાન પામ્યા છે.જેથી અનોર ગામમાં સદંતર દારૂ બંધ થવો જોઈએ.

Tags:    

Similar News