ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ બ્રિજ પર ટેક્સ વસૂલી રદ કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ

Update: 2017-08-31 12:27 GMT

ભરૂચ નેશનલ હાઇવે નંબર 8 પર કેબલ બ્રિજ પાસે ટોલ નાકુ બનાવવામાં આવ્યું છે, અને સપ્ટેમ્બર મહિના થી લગભગ ટોલ ટેક્સની વસુલાત શરુ થશે તેમ કહેવામાં આવી રહ્યું છે, જેનો વિરોધ કરીને કોંગ્રેસ દ્વારા ટોલ ટેક્સ નાબૂદ કરવા માટેની માંગ કરવામાં આવી છે.

ભરૂચ ને.હા.નં 8 નર્મદા નદી પર કેબલ બ્રિજ પાસે ટોલ નાકુ બનાવવામાં આવ્યું છે, ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને ટ્રક તેમજ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ટોલ ટેક્સનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ સમિતિની માંગ છે કે બ્રિજ ઇપીસી ધોરણે બનેલો છે તેથી ટોલ ટેક્સ રદ કરવામાં આવે, કોંગ્રેસ દ્વારા આ અંગેની ઉગ્ર માંગ સાથે અગાઉ ધરણા કરીને ટોલબુથનો વિરોધ કર્યો હતો. જયારે તારીખ 31મી ઓગષ્ટ ગુરૃવારનાં દિવસે ટોલ ટેક્સ રદ કરવાની માંગ સાથે જિલ્લા કલેકટર સંદિપ સાંગલેને આવેદન પત્ર પાઠવ્યું હતુ.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, જિલ્લા કોંગ્રેસનાં પ્રવક્તા નાઝુ ફડવાલા સહિતનાં હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News