ભરૂચ: ઝનોર NTPC માંથી ૬ ફૂટનો મગર કરાયો રેશ્ક્યુ

Update: 2019-10-19 07:08 GMT

ભરૂચ જિલ્લાના ઝનોર ગામ સ્થિત આવેલ એનટિપિસી કંપનીમા ૬ ફૂટ લાંબો મગર આવી જતા કંપનીના સંચાલકો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવી હતી. ત્યારબાદ વનવિભાગ ના આરએફઓ મહેન્દ્રસિંહ કઠવાડિયા સાહેબે રેસ્કયુ ટીમને જાણ કરતા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ અને કામધેનુ ગૌરક્ષા સમિતિના સભ્યો અને વનવિભાગ સ્ટાફ સાથે સ્થળ પર જઇ જોતા કંપનીના મુખ્ય માર્ગની સાઈડ પર મગર જોવા મળ્યો હતો.

ત્યારબાદ વનવિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રેસ્કયુ ટિમે ૩૦ મિનિટની જહેમત બાદ મગરને સહિસલામત રેસ્કયુ કરવામા આવ્યો હતો. હાલમા આ મગરને ભરૂચ વનવિભાગ સ્થિત નિલકંઠેશ્વર રેવા નર્સરી ખાતે ઓબર્ઝવેશનમા રાખવામા આવેલ છે. મગરના જરૂરી ચેકઅપ બાદ તેને કેવડિયા સરદાર સરોવર ખાતે છોડી મુકવામાં આવશે.

Similar News