ભરૂચ માં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મેરેથોન દોડ યોજાઈ

Update: 2016-11-27 07:28 GMT

 

ભરૂચમાં સ્વચ્છતા અંગે લોક જાગૃતતા અર્થે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યુ હતુ,ધારાસભ્ય દુષ્યંત પટેલે લીલીઝંડી બતાવીને દોડનું પ્રસ્થાન કરાવ્યુ હતુ.

સ્વચ્છતા અંગે લોકો વધુમાં વધુ જાગૃત બને અને શહેર ગંદકી મુક્ત રહે તેવા સંકલ્પ સાથે ભરૂચની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રન ફોર ક્લિનનેશના ભાગ રૂપે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં શહેરના બાળકો,યુવાનો,મહિલાઓ સહિત મોટી સંખ્યામાં દોડવીરોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.ઉપરાંત ભરૂચ નગર પાલિકાના સફાઈ કામદારો પણ રન ફોર ક્લિનનેશમાં ભાગ લઈને સ્વચ્છતા અંગે લોક જાગૃતતા લાવવાના પ્રયાસો કર્યા હતા.

મેરેથોન સેવાશ્રમ રોડ સ્થિત હોસ્ટેલ ગ્રાઉન્ડ થી શ્રવણ ચોકડી પરત નિલકંઠ નગર ખાતે પુર્ણ થઇ હતી.

આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલે દોડવીરોને પ્રોત્સાહિત કરીને મેરેથોનમાં ભાગ લેવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

Tags:    

Similar News