ભરૂચ : રંગોના પર્વ ધુળેટીની ઉલ્લાસભેર ઉજવણી, અબાલવૃધ્ધ સૌ કોઇ રંગે રંગાયા

Update: 2020-03-10 09:10 GMT

ભરૂચ શહેરમાં

રંગોના પર્વ ધુળેટીની ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. અબાલવૃધ્ધ સૌ કોઇ

અબીલ અને ગુલાલના રંગથી રંગાઇ ગયાં હતાં.

હોળી બાદ ધુળેટીના

તહેવારની ઉજવણી હર્ષોલ્લાસથી કરવામાં આવી હતી. ધુળેટીના દિવસે જ સવારથી સોસાયટીઓ

તથા ફળિયાઓમાં ખેલૈયાઓની ટોળીઓ હાથમાં પિચકારી અને ફુગ્ગા લઇ એકબીજા પર પાણીની

વર્ષા કરવા માટે નીકળી પડી હતી. જયારે મોટેરાઓ અબીલ અને ગુલાલ લઇને મિત્રો તથા

સ્વજનોના ઘરે પહોંચ્યાં હતાં. એકબીજા પર રંગ લગાડી ધુળેટીની ઉજવણી કરવામાં આવી

હતી. કેટલાય સ્થળોએ ડીજેના તાલ સાથે યુવાઓએ રેઇન ડાન્સની મજા માણી હતી. ધુળેટી

નિમિત્તે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો

હતો. 

Tags:    

Similar News