ભરૂચ રેલવે કોલોની ના રહીશો રસ્તા મુદ્દે આક્રમક બન્યા.

Update: 2016-04-14 11:33 GMT

રેલવે તંત્ર દ્વારા કમ્પાઉન્ડ વોલ ઉભી કરવામાં આવતા વિવાદ વકર્યો.

ભરૂચ નેરોગેજ રેલવે કોલોનીના વર્ષો જુના રસ્તો રેલવે તંત્ર દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવી ને બંધ કરવામાં આવ્યો છે.જેના કારણે સ્થાનિકો માં રોષ જોવા મળી રહ્યો છે.

ભરૂચ નેરોગેજ રેલવે કોલોનીના રહીશો ઘણા વર્ષો થી ફલશ્રુતિ નગર તરફ જવા માટે રસ્તા નો ઉપયોગ કરતા હતા.પરંતુ તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા આ રસ્તા પર કમ્પાઉન્ડ વોલ બનાવી રસ્તો બંધ કરવામાં આવ્યો છે.જેના કારણે સ્થાનિક લોકોને અવર જવર માટે ભારે હાલાકી પડી રહી છે.

તારીખ 14મી ના રોજ સ્થાનિકો એ આ બાબતને લઇ ને વિરોધ વ્યક્ત કર્યો હતો.તેમજ રેલવે મજુર સંગ ના ડીવીઝનલ સેક્રેટરી એ.કે.મદાનીએ પણ તેઓની મુલાકાત લીધી હતી અને રેલવે વિભાગના અધિકારીઓને રજૂઆત કરીને પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.

Tags:    

Similar News