ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મીને પોલીસ ચંદ્રક થી સન્માનિત કરાયા.

Update: 2016-04-05 14:06 GMT

જીલ્લા પોલીસવડા એ પણ પ્રદીપ મોંઘેનું સાલ ઓઢાઢી ને સન્માન કર્યું.

ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ના હસ્તે રાજ્ય પોલીસ વિભાગમાં યશસ્વી અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચ ના હેડ કોન્સ્ટેબલ પ્રદીપ મોંઘેને પણ પોલીસ ચંદ્રક એનાયત કરવામાં આવ્યું હતું.ભરૂચ પોલીસકર્મી ના આ ગૌરવ બદલ જીલ્લા પોલીસવડા સંદીપ સિંગે ખુશી વ્યક્ત કરી હતી અને પ્રદીપ મોંઘે નું સાલ ઓઢાઢીને સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.

પ્રદીપ મોંઘેએ તેઓની આ સિદ્ધિને ધન્યક્ષણ ગણાવી હતી.

Tags:    

Similar News